/connect-gujarat/media/post_banners/a31099d8af22f5f44616734a1774332a675de81940d693d480eba5129b291343.jpg)
રવિશંકર મહારાજની 138મી જન્મજયંતિ નિમિતે ખેડા જિલ્લાના મહેમદાવાદથી સરસવણી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રવિશંકર મહારાજની 138મી જન્મજયંતિ નિમિતે વિચાર યાત્રા-2022 અંતર્ગત મહેમદાવાદના ખાત્રજ ચોકડીથી તેઓના વતન સરસવણી સુઘી 17 કિમી લાંબી પદયાત્રા યોજાય હતી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શહેરના પદયાત્રીઓ જોડાયા હતા. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓને સી.આર.પાટીલે હૈયાધારણા આપતાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં હાલ સમગ્ર દેશ અને ગુજરાત સહિતના હજારો વિદ્યાર્થીઓ ફસાયેલા છે અને એ તમામને સહી સલામત ભારત પરત લાવવા સરકાર કટિબદ્ધ છે. તમામ ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા ભારત સરકાર પ્રયત્ન કરી રહી છે. જોકે, સ્વાભાવિક છે કે, વિદ્યાર્થીઓના વાલીઓને ચિંતા થાય પણ સરકાર તેઓથી વધુ ચિંતિત હોવાનું ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યુ હતું.