કચ્છ : અંજારના ખેંડોઇ નજીક ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી માર્ગ પર પટકાયું, કન્ટેનર નીચે દબાઈ જતાં મોપેડ સવાર 3 લોકોના મોત...

કચ્છ જિલ્લા અંજાર તાલુકાના ખેંડોઇ ગામ નજીક ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી માર્ગ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં 3 લોકોના કન્ટેનર નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

New Update
  • અંજાર તાલુકાના ખેંડોઇ ગામ નજીક સર્જાયો અકસ્માત

  • ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી માર્ગ પર પડતાં અકસ્માત

  • માર્ગ પર બાઈક અને મોપેડ સવાર કન્ટેનર નીચે દબાયા

  • દુર્ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત

  • પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

કચ્છ જિલ્લા અંજાર તાલુકાના ખેંડોઇ ગામ નજીક ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી માર્ગ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં 3 લોકોના કન્ટેનર નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

કચ્છ જિલ્લામાંથી અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસારઅંજાર તાલુકાના ખેંડોઇ ગામ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં માર્ગ પરથી પસાર થઈ રહેલા ટ્રેલરમાંથી અચાનક કન્ટેનર છૂટું પડી માર્ગ પર પટકાયું હતું. આ દરમ્યાન માર્ગ પર ટ્રેલરની પાછળથી પસાર થઈ રહેલા બાઈક અને મોપેડ સવાર ઉપર આ કન્ટેનર પડ્યું હતું. આ દુર્ઘટનામાં 3 લોકોના કન્ટેનર નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાત્યારે હાલ તો એક સાથે 3 વ્યક્તિના આકસ્મિક મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છેત્યારે હાલ તો પોલીસે અકસ્માતે 3 લોકોના મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કેખખડધજ તેમજ બિસ્માર માર્ગના કારણે આ પ્રકારના અકસ્માતોની ઘટના બનતી રહે છેત્યારે બિસ્માર માર્ગના સમારકામની વાતો માત્ર કાગળ પર રહેતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે.

Latest Stories