Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વ યુવા સંમેલન યોજાયું

જેના પ્રારંભ પૂર્વે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં આરતી ઉતારવામાં આવી હતી. એ આરતીના અગ્નિ થકી મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી.

કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વ યુવા સંમેલન યોજાયું
X

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો તા.18 એપ્રિલથી પ્રારંભ થશે. તે પૂર્વે તા. 17 એપ્રિલના ભુજની ભાગોળે મીરજાપર રોડ ઉપર ઉભા કરાયેલા બદ્રીકાશ્રમ ખાતે કચ્છ નારાયણદેવ યુવક-યુવતી મંડળ દ્વારા વિશ્વ યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું.

જેના પ્રારંભ પૂર્વે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં આરતી ઉતારવામાં આવી હતી. એ આરતીના અગ્નિ થકી મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી. જેને કમળ ના ફલોટ સાથેના વાહન ઉપર મુકવામાં આવી હતી, સાથે નરનારાયણ દેવને રથ પર બિરાજમાન કરી યુવાનોએ સાયકલ રેલી સાથે બદ્રીકાશ્રમ પહોંચ્યા હતા. અહીં મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંત ભગવતજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત આદિ સંતો ઉપસ્થિતમાં બદ્રીકાશ્રમ ના મુખ્ય દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીંથી વાજતે ગાજતે વિશ્વ યુવા સંમેલન સ્થળે પહોંચીયા હતા. સભામંડપ દ્વાર નું ઉદ્ઘાટન કારવાનમાં આવ્યું હતું. ત્યારે યુવાનોએ સફેદ ધ્વજા ફરકાવી મશાલ અને મહંત સ્વામી આદિ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં દીપ પ્રાગટય સાથે વિશ્વ યુવા સંમેલન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.પ્રથમ પુરાણી પરમહંસસ્વામી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. બાદમાં કપિલમુની સ્વામીએ કચ્છ યુવક મંડળ નો પરિચય, વિસ્તાર અને હાલની પ્રવૃત્તિ વિશે વિસ્તૃત પણે માહિતી આપી હતી.19 વર્ષ પુર્ણ થઈ ને 20માં વર્ષમાં પ્રવેશતા મંડળે માત્ર કચ્છ, ગુજરાત નહીં વિશ્વના દેશોમાં પણ કાર્યરત છે. જેની સ્થાપના સદ. મહંત પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામીએ કરી હતી. બાદમાં યુવક મંડળ ના તુલસીદાસ નાકરાણી, કપિલ રાબડીયાએ પોતાના યુવક મંડળના સ્વનુભવ વર્ણવ્યા હતા. મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણીએ એક કદમ સંસ્કૃતિ કી ઔર વિષય પર યુવા સંમેલનને સંબોધન કર્યું હતું. મહંત સ્વામી ધર્મનંદન સ્વામીએ આશીર્વચન આપ્યા હતા.આ તકે બે પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં એક આદર્શ ગૃહસ્થ જીવનના ચાર ભાગ અને આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ નામક પુસ્તકનું મહંત સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલું શોર્ય ગીતે ભારે આકર્ષણ જગાડ્યું હતું. યુવાનોએ વિવિધ અંગોના દાવ , પિરામિડ સહિતની કૃતિઓ રજૂ કરીને સૌને અચંબિત કર્યા હતા.વિશ્વ યુવા સંમેલનનું સંચાલન સ્વામી દેવચરણદાસજીએ કર્યું હતું. ભક્તિપ્રકાશ સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, કપિલમુની સ્વામી, રામપ્રિય સ્વામી, શ્યામકૃષ્ણ સ્વામી સહિતના સંતોએ વ્યવસ્થા સંભાળી હતી.

Next Story