કચ્છ : પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસની રેલી, જુઓ રેલીમાં કેવી થઇ રમુજ

ભુજમાં કોંગ્રેસની સાયકલ રેલી દરમિયાન રમુજી બનાવ બન્યો હતો કાર્યકરોને રોકવા માટે પોલીસ કર્મચારીએ સાયકલની પાછળ દોટ લગાવી

કચ્છ : પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસની રેલી, જુઓ રેલીમાં કેવી થઇ રમુજ
New Update

કચ્છના વડામથક ભુજમાં કોંગ્રેસની સાયકલ રેલી દરમિયાન રમુજી બનાવ બન્યો હતો. કોંગી કાર્યકરોને રોકવા માટે પોલીસ કર્મચારીએ સાયકલની પાછળ દોટ લગાવી હતી પણ કાર્યકર પણ પોલીસને હાથતાળી આપવાનો પ્રયાસ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે.

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો કુદકેને ભુસકે વધી રહ્યા છે ભુજ શહેરમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટરના 100 રૂપિયાને આંબી ગયા છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની નિષ્કાળજી ઉજાગર કરવા માટે ભુજમાં સાયકલ રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસની રેલીના પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ભુજમાં કોંગ્રેસ ભુવનથી શરૂ થયેલી આ સાયકલ રેલી સ્ટેશન રોડ, વાણિયાવાડ થઈ શહેરમાં ફરી રહી હતી ત્યારે પોલીસે રેલી અટકાવી આગેવાનોની અટકાયત કરી લીધી હતી. રેલી દરમિયાન એક પોલીસ કર્મચારી સાયકલ સવાર કાર્યકરની પાછળ દોડતો હોય તેવો વિડીયો વાયરલ થઇ રહયો છે. પોલીસે ભાજપની બી ટીમ બની રેલીને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કર્યો છે.

#ConnectGujarat #Kutch #Cycle Rally #KutchPolice #kutch news #Kutch Bhuj #Kutch Bhuj News #BeyondJusrtNews #Gujarat Inflation #Kutch Congress
Here are a few more articles:
Read the Next Article