Connect Gujarat
ગુજરાત

કચ્છ: માંડવી પાસે અન્ડરગ્રાઉન્ડ નર્મદા કેનાલમાં ગાબડું, નિર્માણ કાર્ય સામે પ્રશ્ન ઊભા થયા

કચ્છમાં ઠેર ઠેર નર્મદા કેનાલમાં પડતા ગાબડાં, કચ્છના ઉજળા ભાવિ સામે સવાળો ઊભા થયા

X

કચ્છ જિલ્લાના માંડવી પાસેના કોફાયના પાપડી પર બનેલો અન્ડરગ્રાઉન્ડ નર્મદા કેનાલ વરસાદના કારણે બેસી જવાથી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

કચ્છમાં વર્ષોના સમયગાળા બાદ હવે પૂર્ણતા તરફ પહોંચી રહેલા નર્મદા કેનાલ તેના નબળા નિર્માણ કાર્યથી ચિંતાનો વિષય બની રહી છે. સૂકા પ્રદેશને પાણી રૂપી હરિયાળી બનાવવાના સરકારના પ્રયાસોને નબળી ગુજવતાનું કાર્ય વિફળતા તરફ દોરી રહ્યાની લાગણી હાલ કચ્છીમાડુ અનુભવી રહ્યા છે. આજે માંડવી પાસેના કોફાયના પાપડી પર બનેલો અન્ડરગ્રાઉન્ડ નર્મદા કેનાલ વરસાદના કારણે બેસી જતા નુકસાન પામી છે. જેને લઈ અહીંથી પસાર થતા વાહન માટે પણ હાલાકી ઉભી થવા પામી છે. કેનાલ ઉપરનો ડામર રોડ નીચેથી પસાર થતી કેનાલમાં ધસી પડતા સમસ્યા ઉભી થઇ છે. તો કેનાલના નિર્માણ કાર્યમાં ગેરરીતિ થયાના આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન ભચાઉના લુણવા પાસે, અંજારના વરસામેડી પાસે ગાબડાં પડી ગયા બાદ મુન્દ્રાના વવાર નજીક પણ કેનાલ જર્જરિત થયા છે. જેથી જિલ્લામાં નર્મદા કેનાલમાં સર્જાતી ખામીના કારણે તેની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થયા છે.

Next Story