કરછ: ભુજથી મહિલા પાયલટે રચ્યો ઇતિહાસ, જુઓ કઈ સિધ્ધિ હાંસલ કરી

New Update
કરછ: ભુજથી મહિલા પાયલટે રચ્યો ઇતિહાસ, જુઓ કઈ સિધ્ધિ હાંસલ કરી
Advertisment

મહિલા પાયલટ આરોહી પંડીતે ઇતિહાસ રચ્યો છે. ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના જનક જેઆરડી ટાટાને શ્રધ્ધાજલી આપવા માટે આરોહી પંડિતે જીપીએસ લોકેશન કે અન્ય કોઈ ટેકનોલોજીના ઉપયોગ કર્યા વગર માત્ર રોડમેપના માધ્યમથી જ ભુજથી જુહુ સુધી ફલાઈટની ઉડાન ભરી હતી.

Advertisment

ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના જનક જેઆરડી ટાટાને શ્રધ્ધાજલી આપવા માટે ભુજમાં 89 વર્ષ જૂની ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.આ ઐતિહાસિક અવસર આરોહી પંડિતે રચ્યો છે.2019 માં એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરો પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિતે આજે જીપીએસ લોકેશન કે અન્ય કોઈ ટેકનોલોજીના ઉપયોગ કર્યા વગર માત્ર રોડમેપના માધ્યમથી જ ભુજથી જુહુ સુધી ફલાઈટની ઉડાન ભરી હતી.આરોહી 926 કિમીનું અંતર 5 કલાકમાં કાપશે.દેશમાં ઉડ્ડયન ક્ષેત્રના પિતા જેઆરડી ટાટાએ 15 ઓક્ટોબર 1932ના રોજ કરાંચીથી અમદાવાદ થઈ જુહુ (મુંબઈ) સુધી પહેલી ફ્લાઈટ ઉડાવી હતી એ ઘટનાને 89 વર્ષ થયાં જે અવસરે આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું.મહિલા પાયલોટ આરોહી પંડિતે જે એરક્રાફ્ટમાં બે મહાસાગર પાર કર્યા તે જ એરક્રાફ્ટમાં આજે ભુજથી અમદાવાદ થઈ જુહુ સુધી ફ્લાઈટ ઉડાવી હતી. આ સફરમાં તે અત્યાધુનિક ટેકનોલોજીની મદદ લીધા વગર રોડ મેપ અને ગ્રાઉન્ડ રેફરન્સની મદદથી 926 કિલોમીટરનું અંતર 5 કલાકમાં પૂર્ણ કરશે.

જેના કારણે આ ફલાઇટ સેવાનું મહત્વ અનેરું છે. ઇન્ડિયન વુમન પાયલટ એસોસિએશન અને તાતા પાવર તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે.આરોહીએ જણાવ્યું કે,મને આ તક મળી એના માટે હું મારી જાતને સૌભાગ્યપૂર્ણ માનું છું આ એરટ્રીપને લઈને ભારે ઉત્સાહ છે.મારો ડ્રિમ પ્રોજેકટ આજે સાકાર થયો છે.આ તકે 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સેનાના બોમ્બમારા વચ્ચે ભુજ એરપોર્ટ પર 72 કલાકમાં રનવે બનાવનારા માધાપરની વિરાંગનાઓનું સાડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું