Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભુજમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે "આઇકોનીક બસ પોર્ટ"

કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનીક બસ પોર્ટ નિર્માણ પામી રહ્યું છે.

X

કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનીક બસ પોર્ટ નિર્માણ પામી રહ્યું છે. જેનું કામ હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે આ બસ પોર્ટને વહેલી તકે ખુલ્લું મુકવામાં આવે તેવી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભુજમાં અંદાજિત રૂપિયા 10 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક બસ પોર્ટ નિર્માણ પામી રહ્યું છે. પીપીપી પ્રોજેક્ટ હેઠળ 12,500 સ્ક્વેર મીટરના બાંધકામ સાથે બસ પોર્ટ આકાર લઇ રહ્યું છે. આ બસ પોર્ટમાં 14 પ્લેટફોર્મ, વેઈટીંગ રૂમ, ફૂડકોર્ટ અને રેસ્ટરૂમ સહીતની તમામ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 85 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. હાલ તો બસ પોર્ટના આગળના ભાગે આવેલી દુકાનોના કારણે કામ ધીમીગતીએ ચાલી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું. જોકે, પાલિકા દ્વારા દુકાન મુદ્દે પરામર્શ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે વહેલી તકે આ બસ પોર્ટને ખુલ્લું મુકવામાં આવે તેવી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Next Story