/connect-gujarat/media/post_banners/9c410ec055aa9e80a2890a51c874d8c997294dd6beb9b0dd8cd47747fc47ab16.jpg)
વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો ત્યારે સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી અંતર્ગત ભુજના ભૂજોડી ગામ ખાતે દેશ ભક્તિને ઉજાગર કરતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજથી 50 વર્ષ પૂર્વે 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું તે યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો જેના ઉપલક્ષમાં દેશભરમાં ઇન્ડિયન આર્મી દ્વારા સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જે તે સમયે કચ્છની સરહદ પર પણ યુદ્ધનો જંગ ખેલાયો હતો. યુદ્ધમાં જીત માટે કચ્છનો પણ અગ્રીમ ફાળો રહ્યો હતો જેથી સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં ભુજ તાલુકાના ભુજોડી ખાતે આવેલા વંદે માતરમ મેનોરિયલ પાર્ક ખાતે દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો ખાસ તો વિજય વર્ષની ઉજવણી અનુસંધાને વિજય મશાલ આજે ભુજ ખાતે લાવવામાં આવી હતી.
સૈન્ય દ્વારા મશાલનું સન્માન કરવામાં આવ્યું હતું.પુરા આદર સન્માન સાથે વિજય મશાલ રાખવામાં આવી હતી ખાસ તો આ તકે શીખ રેજીમેન્ટ દ્વારા સરહદે થતા યુદ્ધની ઝાંખી રજુ કરાઈ હતી તો દેશભક્તિના ગીતોની બેન્ડ સુરાવલી રજૂ કરાઈ હતી.