Connect Gujarat
ગુજરાત

કચ્છ : છેવાડાના ગામોમાં પાણી અને પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાતા માલધારીઓની હિજરત

માલધારીઓને હિજરત કરવાની નોબત આવી છે. રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીની વચ્ચે પાણીનો પોકાર ઉઠ્યો છે.

X

કચ્છ જિલ્લામાં છેવાડાના મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણી અને પશુ માટે ઘાસચારાની અછત જોવા મળી રહી છે. જેના કારણે કેટલાક માલધારીઓને હિજરત કરવાની નોબત આવી છે. રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીની વચ્ચે પાણીનો પોકાર ઉઠ્યો છે. એક તરફ અસહ્ય ગરમીથી લોકો પરેશાન છે, તો બીજી તરફ પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. તેવામાં કચ્છ જિલ્લામાં છેવાડાના મોટાભાગના વિસ્તારોમાં પણ પીવાના પાણી અને પશુ માટેના ઘાસચારાની અછત જોવા મળી છે.

જેના કારણે માલધારી સમાજના લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે હવે કેટલાક માલધારીઓને પોતાનું ગામ છોડીને અન્ય સ્થળે હિજરત કરવાની પણ નોબત આવી છે, ત્યારે હાલ કચ્છના છેવાડાના વિસ્તારોમાં તાત્કાલીક અસરથી સરકાર દ્વારા ઘાસચારો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story