કચ્છ : રૂ. 13 કરોડના ખર્ચે નિર્માણ થનાર ચાર માર્ગીય ભુજ-ભીમાસર રોડનું PM મોદી કરશે ભૂમિપૂજન

પ્રવાસન અને ઔદ્યોગિક રોજગારી માટે આ ફોર લેન હાઇવે વિકાસનો રાજમાર્ગ બનશે. ભુજ ભીમાસર હાઇવે કચ્છના પ્રવાસન અને આર્થિક વિકાસની ગતિને વધુ વેગમાન બનાવશે.

New Update

ગોઝારા ભુકંપમાંથી અભૂતપુર્વ હરણફાળ પ્રગતિ કરી વિશ્વમાં અગ્રેસર બનનારા કચ્છમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે વિવિધ ૧૩ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થનાર છે. જે પૈકી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ રૂ. ૧૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૫૯.૭૫ કિલોમીટરના ભીમાસર-અંજાર-ભુજ પ્રોજેક્ટના ચાર માર્ગીય હાઇવેનું ખાતમૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભુજથી વર્ચ્યુઅલી કરાશે.

Advertisment

પ્રવાસન અને ઔદ્યોગિક રોજગારી માટે આ ફોર લેન હાઇવે વિકાસનો રાજમાર્ગ બનશે. ભુજ ભીમાસર હાઇવે કચ્છના પ્રવાસન અને આર્થિક વિકાસની ગતિને વધુ વેગમાન બનાવશે. અનેક પ્રગતિનો વિકાસ માર્ગ બનનાર આ માર્ગ વેપારીઓ, કલાકારો અને નાગરિકોની આગવી ઓળખ ઉભી કરવા અને આર્થિક ઉન્નતિ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કંડલા પોર્ટ માટે અને ટ્રાન્સપોર્ટેશન ટાઉન ગાંધીધામ માટે વિકાસની ચાવીરૂપ બની શીપીંગ અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થામાં નોંધનીય બની રહેશે, એમ નેશનલ હાઈવે ઓથોરિટીના ડેપ્યુટી મેનેજરે જણાવ્યુ હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપમાં હતાશ કચ્છને પાલક પિતા બની વિશેષ દરકાર કરી વિશ્વ નોંધનીય બનાવ્યું છે.

કચ્છમાંથી જ કચ્છની કમાણી કરાવવાના વિવિધ માર્ગો પૈકી પ્રવાસન, કચ્છ કારીગીરી અને કલાને વિશ્વ નકશામાં મૂક્યું છે. વ્યાપાર, રોજગારી અને શિક્ષણને પણ યશસ્વી વડાપ્રધાને મહત્વ આપી દરેક ગામને દરેક શહેર સાથે જોડવાના ભારત માલા પરિયોજના હેઠળ વિકાસની તેજ ગતિ પકડી છે. તેમાં ૫૯.૭૫ કિ.મીનો આ રોડ મહત્વપૂર્ણ છે. હસ્ત કારીગરીના કલાકારો અને કલાની સાથે બોર્ડરના રસ્તા ઉપર પહોંચવા ડિફેન્સના જવાનો અને વાહનો માટે આ માર્ગ મહત્વનો રહેશે. આ માર્ગના કારણે ટ્રાફિકની સમસ્યા ઘટશે તેમજ આવન જાવનની અને વાહન વ્યવહારની ગતિ વધશે. પ્રવાસન અને આર્થિક ગતિને વધુ વેગમાન બનાવશે તેમજ શિક્ષણ અને રોજગારીમાં પણ આ માર્ગ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ભુજ-ભીમાસર રોડના નિર્માણથી આસપાસના ગામોનો વિકાસ થશે તેમજ પરોક્ષ રીતે હજારોની સંખ્યામાં રોજગારીની તકો પણ ઊભી થશે. આ પ્રોજેક્ટના લીધે વીઘાકોટમાં તૈયાર થઈ રહેલા એશિયાના સૌથી મોટા રીન્યુએબલ પાર્ક સુધી જોડાણ ઝડપી અને સરળ બનતા તેનો લાભ જોડાયેલા સૌને મળશે.

Advertisment
Latest Stories