કરછ: રાજકીય આગેવાન તારાચંદ છેડાનું નિધન,પાલખી યાત્રામાં અગ્રગણ્ય આગેવાનો જોડાયા

રાજકીય આગેવાન અને ભાજપના નેતા તારાચંદ છેડાનું નિધન થતાં તેઓની પાલખી યાત્રામાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા

New Update
કરછ: રાજકીય આગેવાન તારાચંદ છેડાનું નિધન,પાલખી યાત્રામાં અગ્રગણ્ય આગેવાનો જોડાયા

કરછના ભુજના રાજકીય આગેવાન અને ભાજપના નેતા તારાચંદ છેડાનું નિધન થતાં તેઓની પાલખી યાત્રામાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા

ભુજના રાજકીય આગેવાન અને ભાજપના નેતા તારાચંદ છેડાનું ગત સાંજે 71 વર્ષની વયે નિધન થયું છે. ભુજના રાજકીય આગેવાન તારાચંદ છેડાએ જૈન ધર્મ પ્રમાણે અનશન વ્રત ધારણ કરતા મોક્ષ માર્ગે પ્રયાણ કર્યું છે. તેઓ અબડાસા અને માંડવી બેઠક પરથી બે વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા તેમજ રાજ્ય મંત્રી પણ રહ્યા હતા. રાજકીય ક્ષેત્રે સક્રિય હોવા છતાં લોકો જેમને સામાજિક શ્રેઠી તરીકે ઓળખેએ મૂળ માંડવી તાલુકાના કાંડગરા ગામના અને હાલ ભુજના ભાનુશાલી નગર ખાતે રહેતા તારાચંદ જગશી છેડા આજીવન લોકોના દુઃખમાં સહાયકર્તા તરીકે આગળ રહ્યા હતા. જેમનું નિધન થતા કચ્છને એક ઝુઝારૂ નેતા ગુમાવવાથી ખોટ પડી છે.

કચ્છ ભાજપનું લાંબા સમય સુધી નેતૃત્વ કરી પક્ષને મજબૂત બનાવનારા તારાચંદ છેડા રાજકીય કારકિર્દી કરતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના મદદગાર તરીકે વધુ જાણીતા હતા.તારાચંદ છેડાની ભુજ ખાતે ચીર વિદાય થયા બાદ તેમની ઈચ્છા મુજબ આજે તેમના જન્મ સ્થળ મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામેથી પરિવાર અને સમાજ તેમજ રાજકીય લોકોની હાજરીમાં અંતિમ યાત્રા નીકળી.પાલખી યાત્રામાં સાંસદ વિનોદ ચાવડા,ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સાથે જાણીતા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી પણ જોડાયા હતા અને અશ્રુભીની આંખે તેઓને અંતિમ વિદાય આપી હતી

Latest Stories