Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભુજના ત્રણ ગામમાં વિદ્યાર્થીઓ શાળામાં લાવે છે કચરો ! જુઓ શું છે કારણ

રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચ્છમાં સામાજિક સંસ્થા અને કંપનીએ નવતર પ્રયોગ હાથ ધરીને લોકોને સંદેશ આપ્યો છે.

X

રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચ્છમાં સામાજિક સંસ્થા અને કંપનીએ નવતર પ્રયોગ હાથ ધરીને લોકોને સંદેશ આપ્યો છે. ભુજ તાલુકાના ત્રણ ગામોમાં લોકો સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અભિયાનમાં જોડાયા છે

રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચ્છમાં સામાજિક સંસ્થા અને કંપનીએ નવતર પ્રયોગ હાથ ધરીને લોકોને સંદેશ આપ્યો છે.ભુજ તાલુકાના ત્રણ ગામોમાં લોકો સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અભિયાનમાં હોંશભેર જોડાયા છે.જમ્મુ કાશમીરની રાષ્ટ્રીય સંસ્થા રૂડા અને એગ્રોસેલ ઇન્સ્ટ્રીઝના સહયોગથી છ મહિનાથી સફાઈ અભિયાન હાથ ધરાયુ છે.આ પ્રોજેકટ હેઠળ ભુજોડી,સુમરાસર શેખ,અને કુકમાંનો સમાવેશ થાય છે..અહીં ઘન કચરા અને પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનની સફળતામાં વિદ્યાર્થીઓનો સિંહફાળો છે.દરેક વિદ્યાર્થી પોતાના ઘર આંગણામાં રહેલ પ્લાસ્ટિકનો કચરો ભરીને સ્કૂલમાં લાવે છે ત્યારબાદ તેનું વજન કરીને એક રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે.જે બાળક સૌથી વધારે પ્લાસ્ટિક લાવે છે તે બાળકને દર ત્રણ મહીને ઇનામ,ગ્રીન ચેમ્પિયન સર્ટિફિકેટ,,મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.સાથે શાળાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.બાળકોમાં સફાઈ જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા જેવી હરીફાઈ પણ યોજાય છે.

સાથે ગામના સરપંચ, વૉર્ડ મેમ્બર્સ અને ગામની બહેનો દ્વારા ગામ સફાઈ, શેરી સફાઈ અભિયાન પણ ચાલી રહ્યું છે. સાથે ભીના કચરાના નિકાલ માટે સંસ્થા દ્વારા બહેનોને ખાતર બનાવવાનો નવતર પ્રયોગ પણ કરવામાં આવી રહ્યો છે

Next Story