કચ્છ : પોલીસ અધિક્ષક સાગર બાગમારે સરહદી સુરક્ષા કરતા BSFના જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે ઉજવણી કરી હતી.

New Update
  • BSFના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી

  • પૂર્વ કચ્છ SPની BSF જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી

  • કુડા અને બેલા બોર્ડર આઉટપોસ્ટની પણ મુલાકાત લીધી

  • જવાનોને મીઠાઈ આપીને શુભકામના પાઠવી

  • પોલીસ અધિક્ષક સાથે PSI સહિતનો સ્ટાફ રહ્યો ઉપસ્થિત

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે ઉજવણી કરી હતી. તેમણે રાપર નજીક કુડા અને બેલા બોર્ડર આઉટપોસ્ટની પણ મુલાકાત લીધી હતી.

દિવાળીના પર્વમાં પણ દેશની સુરક્ષા માટે ખડે પગે સેવા અને ફરજ નિભાવતા બોર્ડર સિક્યુરિટિ ફોર્સના જવાનો સાથે પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક સાગર બાગમારે દ્વારા દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાનપોલીસ અધિક્ષક  બાગમાર સાથે બાલાસરના PSI વી.એ. ઝા અને તેમનો સ્ટાફ પણ જોડાયો હતો. તેમણે બોર્ડર સિક્યુરિટી ફોર્સની 56મી બટાલિયનના કુડા BOP અને 21મી બટાલિયનના બેલા BOPના જવાનોને મીઠાઈ આપી શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે કુડા BOPના ઇન્સ્પેક્ટર પવન નેગી અને બેલા BOPના ઇન્સ્પેક્ટર માનસા રામપાલ સહિત BSFના જવાનો અને બાલાસર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકબીજાને તહેવારોની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉપરાંત,પોલીસ અધિક્ષક સાગર બાગમારે બાલાસર પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. તેમણે ત્યાંના તમામ પોલીસ કર્મચારીઓને મીઠાઈ અર્પણ કરીને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories