Connect Gujarat
ગુજરાત

કચ્છ : હિન્દુ ધર્મસ્થાનોમાં ચોરીનો સિલસિલો યથાવત, ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યો CCTVમાં કેદ

કચ્છમાં હિન્દુ ધર્મસ્થાનોને નિશાન બનાવતી તસ્કર ટોળકીઓ સક્રિય થઈ છે. ભુજના લોરીયા ગામે મંદિરમાં થયેલ રૂપિયા 10 લાખની ચોરીની ઘટના હજી શમી નથી,

X

કચ્છમાં હિન્દુ ધર્મસ્થાનોને નિશાન બનાવતી તસ્કર ટોળકીઓ સક્રિય થઈ છે. ભુજના લોરીયા ગામે મંદિરમાં થયેલ રૂપિયા 10 લાખની ચોરીની ઘટના હજી શમી નથી, ત્યારે હવે છેલ્લા 3 દિવસથી અંજારના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. જોકે, ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

અંજાર તાલુકાના વીડી ગામે પઠ્ઠાવીડી ખાતે આવેલા પૂજ્ય સંધ્યાગીરી બાપુના આશ્રમને તસ્કરોએ અભડાવ્યું છે. જેમાં બાપુની સમાધીની સાથે ધુણા વારા દાદા અને સેવકની મઢુલીમાં ચઢાવેલ 3 ચાંદીના મુગટ, ચાંદીના 6 જેટલા છત્તર, તાંબાનો નાગ, પિત્તળની લાલાની મૂર્તિ સહિત 5થી 6 કિલો ચાંદી લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં આપ જોઈ શકો છો કે, 2 તસ્કરો મંદિરમાં આવીને કેવી રીતે એક બાદ એક પ્રતિમા પરથી વસ્તુની ચોરી કરી રહ્યા છે. જોકે, એક તસ્કર પ્રતિમા ઉપર બુટ-ચપ્પલ પહેરીને ચઢતા ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યોથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. તાજેતરમાં મકલેશ્વર મંદિરમાંથી થયેલી ચોરીની આ ઘટનામાં તસ્કરો છે તે આ જ તસ્કરો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. પોલીસે ડોગ સ્ક્વોર્ડ મદદ લઈ તપાસ કરતાં તસ્કરોના ફૂટ પ્રિન્ટ જણાઈ આવ્યા હતા. સમગ્ર મામલે અંજાર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story