કચ્છ : ભચાઉ પાસેથી મહિલા સહિત બે લોકોની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ

પૂર્વ કચ્છ પોલીસે એમડી ડ્રગ્સ પકડવાની કામગીરીમાં હાજરી પુરાવતા ભચાઉ પાસેથી મહિલા સહિત બે જણાને ઝડપી લેવામાં આવ્યા હતા.

New Update
કચ્છ : ભચાઉ પાસેથી મહિલા સહિત બે લોકોની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ

પૂર્વ કચ્છ પોલીસે એમડી ડ્રગ્સ પકડવાની કામગીરીમાં હાજરી પુરાવતા ભચાઉ પાસેથી મહિલા સહિત બે જણાને ઝડપી લેવામાં આવ્યા હતા.

કરછના ભચાઉ જીઈબી ચાર રસ્તાથી કોર્ટ તરફ જવાના રસ્તે ટાટાનગરના હાજીશા ઉર્ફે બાબો ઉર્ફે હૈદરઅલી ભચલશા શેખ અને બાદરગઢના લક્ષ્મી જેસંગભાઈ ભચુભાઈ સોલંકીને ૩.રર૦ ગ્રામ એમડી ડ્રગ્સ કિ.રૂા. ૩ર,ર૦૦ના મુદ્દામાલ સાથે પકડી રોકડા રૂપિયા ૧૧ હજાર, ૧પ હજારના મોબાઈલ, પ લાખની કાર નંબર જી.જે. ૧૧ એબી ૯૦૧પ મળી કુલ રૂપિયા પ,પ૮,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને ભચાઉ પોલીસને સોંપાયા હોવાનું જાણવા મળ્યુ છે.

Latest Stories