Connect Gujarat
ગુજરાત

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં સૌથી ઓછો વરસાદ ખાબક્યો, જ્યારે જૂનાગઢમાં સર્જાયા તારાજીના દ્રશ્યો...

ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત.

X

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે, જ્યારે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યના 246 તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત જોવા મળી છે.

જૂનાગઢ જિલ્લામાં સતત 3 દિવસ વરસાદ વરસ્યા બાદ ગત શનિવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર 2 જ કલાકમાં સાડા પાંચ ઈંચ સહિત દિવસ દરમિયાન 10 ઈંચ વરસાદ વરસી જતાં શહેરમાં તારાજી સર્જાઈ હતી. ત્યારબાદ 24 કલાક વરસેલા વરસાદે વિરામ લીધો હોવાથી પ્રશાસન ફરીથી જનજીવન પાટે ચડાવવાના કામે લાગ્યું છે.

તો બીજી તરફ, સૌરાષ્ટ્રમાં સરેરાશ 99.89 ટકા વરસાદ નોંધાઈ ગયો છે જ્યારે કચ્છમાં 124.48 ટકા થયો વરસાદ થયો છે. રવિવારે પણ કચ્છમાં કયાંક ધોધમાર તો કયાંક ઝાપટારૂપે મેઘરાજાએ હાજરી પૂરાવી હતી. જોકે, મધ્ય ગુજરાતના દાહોદમાં સૌથી ઓછો 37.44 ટકા અને સૌથી વધુ આણંદમાં 73.62 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે, જેની જનજીવન ઉપર અસર થઈ છે.

સૌથી વધુ અસર સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા નવસારી શહેરની થઈ છે, જ્યાં માત્ર 3 કલાકમાં 12 ઈંચ મેઘ ખબકતાં સમગ્ર શહેર થંભી ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં 68.12 ટકા અને સૌથી ઓછો ડાંગમાં 34.72 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ સૌથી વધુ જુનાગઢ જિલ્લામાં 143.96.96 અને સૌથી ઓછો સુરેન્દ્રનગર જિલ્લામાં 63.51 ટકા વરસાદ નોંધાયો છે.

Next Story