Connect Gujarat
ગુજરાત

મહીસાગર : અયોધ્યા રામજી મંદિરના નિર્માણ માટે પટણાના ભેજાબાજોએ બનાવી ફેક વેબસાઇટ, જુઓ પછી શું થયું..!

X

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત રામજી મંદિરના નિર્માણ માટે દાન સ્વીકારવાની ફેક વેબસાઇટ બનાવી દાતાઓ પાસેથી લાખોની ઓનલાઇન ઠગાઇ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે લોકો સાથે ઠગાઇ કરતી ત્રિપુટીને મહીસાગર જીલ્લા SOG પોલીસ દ્વારા બીહારના પટણા ખાતેથી ઝડપી પાડવામાં આવી છે.

શ્રી રામ જન્મભૂમિ ખાતે રામ લલ્લાના ભવ્ય મંદિર માટે ભારતના ખૂણે-ખૂણેથી લોકોએ દાનની રકમ ઓનલાઈન, ચેક તેમજ રૂબરૂ આવી જમા કરાવી રહ્યા છે, ત્યારે મહીસાગર જિલ્લામાંથી પણ રામભક્તો દ્વારા કરોડો રૂપિયા ઓનલાઈન દાન કરવામાં આવ્યા છે. લુણાવાડાની મહિલા દ્વારા તેમના પતિના એકાઉન્ટમાંથી 21 હજાર જેટલી રકમ રામ જન્મભૂમિ અયોધ્યાની વેબસાઇટ પર ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી હતી.

જોકે, થોડાંક દિવસ બાદ ખ્યાલ આવ્યો કે, આ રકમ રામ જન્મભૂમિ અયોધ્યાની ઓરીજનલ વેબસાઇટ પર નહીં, પણ કોઈ ફેક વેબસાઇટ પર જમા થઈ ગઈ છે. જેમાં એકાઉન્ટ ધારકનું નામ બિટ્ટુકુમાર બતાવતા લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે મહીસાગર જિલ્લા SOG પોલીસ અને સાઇબર સેલ દ્વારા સદર આરોપીનું લોકેશન બિહારનું પટણા બતાવતા મહીસાગર જિલ્લા પોલીસની ટીમ બિહાર પહોચી જયોતીશકુમાર, રોહીતકુમાર અને વિકાસકુમારની ધરપકડ કરી હતી. મહીસાગર SOG પોલીસ દ્વારા આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓ https://srirammandirtrust.com નામની ખોટી વેબસાઇટ બનાવી દાન પેટેના રૂપિયા 9,56,568 જેટલી રકમની રાજ્ય તેમજ આંતરરાજ્યોમાં લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવ્યુ હતું.

Next Story