મહીસાગર : ભાદર કેનાલમાં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાં, ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને હાલાકી..!

ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલમાં મેણાં ગામની સીમ નજીક મસમોટું ગાબડું પડ્યું છે

New Update
મહીસાગર : ભાદર કેનાલમાં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાં, ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને હાલાકી..!

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલમાં મેણાં ગામની સીમ નજીક મસમોટું ગાબડું પડ્યું છે. જોકે, કેનાલમાં જ ભ્રષ્ટાચારના ગાબડાં પડતાં ખેતરો બેટમાં ફેરવાયા છે, ત્યારે નુકશાન સામે વળતર કોણ આપશે તે વાતે આસપાસના ખેડૂતો અવઢવમાં મુકાયા છે.

ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલના... ખાનપુર અને મેણાં ગામની સીમ નજીકથી પસાર થતી ભાદર મુખ્ય કેનાલમાં 40 ક્યુસેક જેટલું પાણી ટેસ્ટિંગ માટે છોડવામાં આવ્યું હતું, ત્યારે અંદાજે 30 ફૂટ જેટલા મોટા ગાબડાંના કારણે આજુબાજુના વિસ્તારમાં લાખો લિટર પાણી ફરી વળ્યા હતા. જેથી ખેડૂતોનો તૈયાર થયેલો પાક, લણેલા ઘાંસ અને પાળા અને માટી પણ ધોવાય જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

જોકે, વહેલી સવારે વહેલા કેનાલનું પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે તો લાખો લિટર પાણી ફરી વળ્યા વળતાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. ખેડૂતોના ઘવ, બાજરી, લચકો, ચીકુડી, મકાઇ સહિત ઘાસચારાના પાકો ધોવાઈ ગયા છે. સાથે જ માટી અને પાળા પણ ધોવાય ગયા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે, ત્યારે હાલ તો કેનાલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Latest Stories