મહીસાગર: નવા ખાંટ મુવાડા ગામેથી ગાંજાની ખેતી કરતો શખ્સ ઝડપાયો

SOG પોલીસે આરોપીના ઘરની પાછળના વાડામાંથી 20.300 કિલોગ્રામ વજનના 41 ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ મુદ્દામાલની કિંમત રૂ. 2,03,000 આંકવામાં આવી

New Update
ગાંજાની ખેતી

મહીસાગર SOG પોલીસે લુણાવાડા તાલુકાના નવા ખાંટના મુવાડા ગામમાંથી ગાંજાની ખેતી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના ઘરની પાછળના વાડામાંથી 20.300 કિલોગ્રામ વજનના 41 ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ મુદ્દામાલની કિંમત રૂ. 2,03,000 આંકવામાં આવી છે.

મહીસાગર પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, એસ.ઓ.જી પીઆઇ વી.ડી.ધોરડાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી આરોપી રમેશ રયજીભાઇ ખાંટ, જે ભગત ફળિયામાં રહે છે, તેના ઘરના વાડામાંથી આ ગાંજાના છોડ મળી આવ્યા હતા.

Latest Stories