Connect Gujarat
ગુજરાત

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 55 તાલુકાઓમાં મેઘમહેર,વાંચો ક્યાં સૌથી વધુ વરસાદ ખાબક્યો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 55 તાલુકાઓમાં મેઘમહેર,વાંચો ક્યાં સૌથી વધુ વરસાદ ખાબક્યો
X

ગુજરાતમાં ચોમાાસાની શરૂઆત વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 55 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ કામરેજમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડામાં સવા 2 ઈંચ, ધરમપુરમાં 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, ડેડિયાપાડામાં પોણા 2 ઈંચ, ભૂજમાં 1.5 ઈંચ, પલસાણામાં 1.5 ઈંચ વરસાદ, ઉમરપાડામાં 1.5 ઈંચ, વ્યારામાં 1.5 ઈંચ વરસાદ, જસદણમાં સવા ઈંચ, ગારિયાધારમાં 1 ઈંચ વરસાદ, લાઠીમાં 1 ઈંચ અને ગીર ગઢડામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં સામાન્યથી લઇ પોણા 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જો કે, મોટા ભાગનો વિસ્તાર કોરોધાકોર રહેતા તાપમાન 1 ડિગ્રી સુધી ઉચકાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ગુરૂવારના રોજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી રહેશે. મંગળવાર સાંજના 6થી બુધવાર સાંજના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં 9 તાલુકામાં હળવાથી લઇને પોણા 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં વિજયનગરમાં સૌથી વધુ પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો. તો મોડાસામાં પોણો ઇંચ, પોશીનામાં અડધો ઇંચ, ખેડબ્રહ્મા અને સતલાસણામાં 7-7 મીમી, ખેરાલુમાં 5 મીમી અને મહેસાણા-જોટાણામાં 4-4 મીમી વરસાદ વરસ્યો હતો. જો કે, બુધવાર સાંજે 6 વાગ્યા સુધીમાં દાંતામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

Next Story