હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી
રાજ્યમાં ફરી વાર આવી રહ્યો છે માવઠાંનો રાઉન્ડ
આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાય
હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ
તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠાંના વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં LCS-3, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર નગરહવેલી, સુરત, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તો બીજી તારા, હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ફરી એકવાર માવઠાંના વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં તા. 25 ઓક્ટોબર-2025થી તા. 2 નવેમ્બર-2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ માવઠાંનો વરસાદ જોવા મળે એવું અનુમાન છે. પૂર્વમધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. માવઠાં દરમિયાન પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધી શકે છે. આ તરફ, સૌરાષ્ટ્રના દરિયામાં પણ ભારે કરંટ સાથે મોજાં જોવા મળ્યાં છે. આ સાથે જ પવનની ઝડપ પણ વધુ રહેવાની હોવાથી માછીમારોને સાવધાન કરાયા છે.