મહેસાણા: વડનગરમાં હીરાબાની પ્રાર્થના સભા યોજાય,જુઓ કોણે કોણે આપી હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું 30 ડિસેમ્બરે મોડી રાત્રે નિધન થયું હતું. હીરાબાના નિધનને લઇને સમગ્ર રાજ્ય શોકમગ્ન છે .

New Update
મહેસાણા: વડનગરમાં હીરાબાની પ્રાર્થના સભા યોજાય,જુઓ કોણે કોણે આપી હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થતાં આજરોજ મહેસાણાના વડનગર ખાતે તેઓની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું 30 ડિસેમ્બરે મોડી રાત્રે નિધન થયું હતું. હીરાબાના નિધનને લઇને સમગ્ર રાજ્ય શોકમગ્ન છે ત્યારે મહેસાણાના વડનગરમાં આજે હીરાબાની પ્રાર્થના સભા યોજાય હતી.વડનગરના જવાહર નવોદય હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડનગરમાં સવારથી જ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો તેમજ રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનનાં બહેન પરિવારજનોને મળી ભાવુક બન્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી, સોમાભાઈ તેમજ નરેન્દ્ર મોદીની બહેન વસંતીબેન સહિતનાઓ હીરાબાની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યાં હતાં. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્ણેશ મોદી, તેમજ પુરષોત્તમ રૂપાલા,કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના આગેવાનો આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment