Connect Gujarat
ગુજરાત

મહેસાણા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોરિયાવી ગામે સૈનિક સ્કુલનું ખાતમુહૂર્ત કરાયું...

બોરીયાવી ગામે શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

X

મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામે શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સહકાર મંત્રી જગદીશ પંચાલની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલ મહેસાણાથી 11 કી.મી દૂર બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે અને 11 એકર જમીનમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે. જોકે, કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત આ સૈનિક સ્કૂલ સમગ્ર ભારતમાં પ્રથમ સ્કૂલ હશે. દૂધ સાગર ડેરીની એજન્સી દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએસન દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. રક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા. 2 ઓગસ્ટ, 2022ના રોજ સૈનિક સ્કુલ માટે પરવાનગી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાગર સૈનિક સ્કૂલમાં વર્ષ 2022-23 એકેડેમિક વર્ષમાં ધોરણ-6માં 46 છોકરા અને 4 છોકરી એમ કુલ 50 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જયારે વર્ષ 2023-24ના એકેડેમિક વર્ષમાં સીટની સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે.

Next Story