'Love you ફ્રેન્ડ્સ-મોમ ડેડ, બાય' આયેશાની જેમ અંતિમ વીડિયો બનાવી યુવકે લગાવી મોતની છલાંગ
મહેસાણામાં યુવાને ભર્યું અંતિમવાદી પગલું, મોઢેરા કેનાલમાં લગાવી મોતની છલાંગ.
મહેસાણામાં આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવાને બીમારીથી કંટાળી કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી જો કે યુવાને આપઘાત પૂર્વે અંતિમ વિડીયો બનાવ્યો હતો જે હ્રદય હચમચાવી મૂકે એવો છે.
આપઘાતની એક હચમચાવી નાખતી ઘટના ચાણસ્માથી સામે આવી છે. અહીંયા ચાણસ્માના ગંગેટના યુવકે વીડિયો તૈયાર કરી કેનાલમાં આત્મહત્યા કરી લીધી હતી. જોકે, અંતિમ વીડિયોમાં યુવકે આપઘાતનું કારણ જણાવ્યું હતું. આ યુવક કેનાલમાં કૂદ્યા બાદ તરફડિયા મારતો રહ્યો પરંતુ તેને બચાવવા માટે કોઈ આવી શક્યું નહોતું. કિનારે ઉભેલા કેટલાક લોકોએ તરવૈયાના અભાવે પોતાનો જીવ જોખમમાં મૂક્યો નહોતો. આપઘાતનો આ લાઇવ વીડિયો ઉત્તર ગુજરાતમાં ખૂબ ફેલાઈ રહ્યો છે.
લોકો સોશિયલ મીડિયામાં આ વીડિયો પર દુખ ઠાલવી રહ્યા છે. યુવકે વીડિયોમાં કહ્યું, 'મારૂં નામ જશવંત છે હું મારી મરજીથી આત્મહત્યા કરું છું. હું મારી માનસિક બીમારી અને કિડનીની બીમારીથી કંટાળીને આપઘાત કરું છું મારા મૃત્યુનું કારણ હું જ છું બીજા કોઈનો કોઈ વાંક નથી. લવ ફ્રેન્ડ્સ, મોમ ડેડ બાય બાય.આ યુવકે આત્મહત્યા કર્યા બાદ મોઢેરા કેનાલમાં તેને મરતા જોઈ રહેલા લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જોકે, આ યુવકને મદદ મળે તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેનો જીવ જતો રહ્યો હતો. ફાયરની ટીમે કેનાલમાંથી યુવકનો મૃતદેહ કાઢી અને તેને પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યો હતો. આમ એક કથિત માનસિક બીમારીએ આશાસ્પદ યુવકનો ભોગ લીધો હતો.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
દાહોદ : દામાવાવ નજીક એસટી બસ અને ખાનગી બસ સહિત અન્ય વાહન વચ્ચે સર્જાયો...
16 Aug 2022 4:37 PM GMTરાજ્યમાં આજે કોરોનાના 425 નવા કેસ નોધાયા, એક દર્દીનુ થયું મોત
16 Aug 2022 4:04 PM GMTસુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMT