/connect-gujarat/media/media_files/ixLGOJHJ5JFvzkSS3o8f.jpg)
હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લામાં આજે પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદ સહિત 12 જિલ્લામાં હળવા વરસાદનનું અનુમાન છે. સુરત, નર્મદા, ડાંગ, નવસારીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તાપી, દમણ,અમરેલી, ભાવનગરમાં પણ માવઠાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.આ સિવાય બોટાદ-ભરૂચ-આણંદના કેટલાક વિસ્તારમાં છુટછવાયો હળવો વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15 એપ્રિલ સુધી રાજ્યમાં 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે. આ જિલ્લામાં પણ સાર્વત્રિક નહિ પરંતુ છુટછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના આંકલન મુજબ હાલ ગુજરાતમાં એન્ટીસાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પવનની ગતિ વધી છે, તો બીજી અન્ય રાજ્યો પર બનેલી વરસાદી સિસ્ટમના કારણે વાતા ઠંડા પવનની અસરથી ગુજરાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. જો કે 15 એપ્રિલ મંગળવારથી ફરી એકવાર તાપમાનનો પારો થી 4 ડિગ્રી ઉંચે જાય તેવી શકયતા જોવાઇ રહી છે. જેના પગલે 15 એપ્રિલ મંગળવારથી ફરી એકવાર રાજયના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જઇ શકે છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો 16 એપ્રિલથી રાજધાની અને દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર ગરમીનું મોજું ફરી વળશે. હિટવેવની સ્થિતિ લોકોને વધુ પરેશાન કરશે. આની સાથે ધૂળભરી આંધીની પણ સંભાવના છે. 16-18 એપ્રિલ સુધી હીટવેવ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન, જમીનની સપાટી પર 20 થી 30 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે. જેના કારણે હવામાં ધૂળ પણ રહેશે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 થી 25 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.