હવામાન વિભાગે આગામી 24 કલાક છૂટછવાયા વરસાદની આગાહી કરી, બનાસકાંઠા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો

હવામાન વિભાગે આગામી 24 કલાક છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં છુટછવાયો મધ્યમથી હળવો વરસાદ વરસ્યો છે. 

New Update
varsad

હવામાન વિભાગે આગામી 24 કલાક છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં છુટછવાયો મધ્યમથી હળવો વરસાદ વરસ્યો છે. 

બનાસકાંઠા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. આ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દાંતામાં બે કલાકમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો પાલનપુરમાં 2 કલાકમાં 2.09 ઈંચ વરસાદ પડ્યો છે. લાખણીમાં 2 કલાકમાં 1.38 ઈંચ,

ધાનેરામાં 2 કલાકમાં 1.06 ઈંચ,વડગામમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી દાંતા-પાલનપુરમાં  અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાલનપુર હાઈવે પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પાલનપુર ગઠામણ પાટીયા પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.

પાટણમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલે જમાવટ કરી છે. પાટણ શહેરમાં વહેલી સવારથી ધીમી ઘારે વરસાદ વરસ્યો છે. પાટણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં  બફારા અને ઉકડાટથી રહાત મળી છે. પાટણ- અનાવાડા-રૂની- મતરવાડી સહીત ગ્રામ્ય વિસ્તાર માં ધીમી ઘારે ખેતીના પાક માટે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહર છવાઇ ગઇ છે.