Connect Gujarat
ગુજરાત

મોડાસા : ચાણક્ય સ્કૂલ શિક્ષકની ખુલ્લી દાદાગીરી, 50 વિદ્યાર્થીઓને તાલીબાની સજા,જાણો શું છે સમગ્ર મામલો..?

ચાણક્ય શાળાના શિક્ષકે વિધાર્થીઓને મારમાર્યો, શાળાના શિક્ષકની દાદાગીરીની વિધાર્થીઓને સજા, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી પ્રગટી

X

મોડાસાના ચાણક્ય સ્કૂલમાં ઝૂલમી શિક્ષકે વિધાર્થીઓને ઢોર માર માર્યો હતો, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓના શરીરે ઇજાઓના નિશાનો ઉપસી આવ્યા છે જેમાં શિક્ષકની દાદાગીરી સામે આવી હતી અને કલેકટરથી પણ નથી ડરતો હોવાની ધમકી આપી હતી .

શિક્ષણ માટે પહેલા કહેવાતું હતું કે 'સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ' કહેવતને શિક્ષકો આજે પણ ઝકડી રાખીને શિક્ષણના નિયમોને નેવે મુકી, વિદ્યાર્થીઓ પર ઝૂલ્મ કરતા કિસ્સાઓ છાશવારે બનતા હોય છે. આ વચ્ચે મોડાસાની ચાણક્ય સ્કૂલમાં એકસાથે 50 જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર મારવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓના શરીરે ઇજાઓના નિશાનો ઉપસી આવ્યા છે.

મોડાસાની ચાણક્ય સ્કૂલમાં અભ્યાસ કરતા સાયન્સના વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે, સામાન્ય બાબતને લઇને વિદ્યાર્થીઓને માર મરાતા વિદ્યાર્થીઓના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે,જેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી પ્રગટી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, નોટ જેવી સામાન્ય બાબતને લઇને પચાસ જેટલા વિદ્યાર્થીઓને તાલીબાની સજા આપી દેવામાં આવી છે, વિદ્યાર્થીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શાળાના શિક્ષક દ્વારા સામાન્ય બાબતમાં ઢોર માર મારવામાં આવ્યો હતો, એટલું જ નહીં શિક્ષક કહેતા હતા કે, તમારો વીમો કરાવી લે જો હું કલેક્ટરથી પણ ડરતો નથી. વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે, તેમના દીકરાને આ પહેલા પણ સજા આપવામાં આવી હતી, તેમણે એમ પણ આક્ષેપ કર્યો હતો કે, તેમના દીકરાને જાળી પર માથુ ભીટકાવ્યું હતું, જેને લઇને સિટી સ્કેન પણ કરાવવાનો વારો આવ્યો હતો. હવે ફરીથી તેમના દીકરાને આ જ રીતે ઢોર માર મારવામાં આવ્યો છે.

Next Story