Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ચોમાસુ જામ્યું, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

આખરે ગુજરાતમાં ચોમાસુ જામ્યું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

X

આખરે ગુજરાતમાં ચોમાસુ જામ્યું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ગુજરાતમાં આખરે ચોમાસું જામવાનું શરૂ થઇ ગયું છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ સુરત જિલ્લાનાં પલસાણામાં નોંધાયો હતો. સુરત શહેરમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદથી પાણી-પાણી થયું હતું. ઓલપાડમાં પાંચ ઇંચ, બારડોલી-ચોર્યાસીમાં પાંચ ઇંચ, મહુવા-માંડવી-માંગરોળમાં 3-3 ઇંચ વરસાદ થયો હતો.ઉતર ગુજરાતમાં પણ મેઘમહેર શરુ થઇ હોય તેમ બનાસકાંઠા તથા પાટણ પંથકમાં ધોધમાર વરસાદ હતો. દિયોદરમાં સાડા સાત ઇંચ, ડીસા-અમીરગઢમાં પાંચ-પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. બંને જીલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ હતો. આ તરફ વડોદરામાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વાહઞ્ચલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો તો ભરુચ અને અંકલેશ્વરમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આવનારા 5 દિવસ હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

Next Story
Share it