સુરતમાં વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, જાણો કેમ.?

જંકશનો પર સ્પીડ બ્રેકરના કારણે વાહનચાલકને પસાર થવામાં સમય લાગે છે, જેથી આવા જંકશનો પર ટ્રાફિક સમસ્યા સર્જાતાં પોલીસે સર્વે કરીને પાલિકાને આવા સ્પીડ બ્રેકરો દૂર કરીને રમ્બલ સ્ટ્રીપ લગાડવા રિપોર્ટ કર્યો હતો.

વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ
New Update

સુરત શહેરમાં ઘણા જંકશનો પર ટાઇમિંગસ્પીડ બ્રેકરસર્કલ સહિતના કારણોસર ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી રહી છે. જેમાં સુધારો કરી વાહનચાલકોને સરળતા રહે તે માટે 2 દિવસમાં 26 જંક્શનો પરના 45થી વધુ સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવ્યા છે. આ સાથે મોટા સર્કલોને નાના કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં સિગ્નલનું યોગ્ય અમલીકરણ થાય અને લોકોના ટ્રાવેલિંગ ટાઇમમાં ઘટાડો થાયતે માટે રોડ એન્જિનિયરિંગ સુધારા વધારા ચાલુ કરવામાં આવેલા છે. જેના ભાગરૂપે સુરત શહેરના કુલ 26 જંકશન ઉપર 45 જેટલા સ્પીડ બ્રેકરને દૂર કરી દેવામાં આવ્યા છે. જંકશનો પર સ્પીડ બ્રેકરના કારણે વાહનચાલકને પસાર થવામાં સમય લાગે છેજેથી આવા જંકશનો પર ટ્રાફિક સમસ્યા સર્જાતાં પોલીસે સર્વે કરીને પાલિકાને આવા સ્પીડ બ્રેકરો દૂર કરીને રમ્બલ સ્ટ્રીપ લગાડવા રિપોર્ટ કર્યો હતો.

આ ઉપરાંત જે સર્કલો મોટા છેઅથવા ડિઝાઇનમાં ખામી છેત્યાં ટ્રાફિકની સમસ્યા રહે છેજેથી આવા સર્કલોને નાના બનાવવા સહિતના સુધારા કરવા ટ્રાફિક શાખાએ રજૂઆત કરી હતી. જોકે, PPP સ્કીમ હેઠળના સર્કલો અંગે સર્વે કરી નિર્ણય લેવાશેજ્યારે પાલિકા હસ્તકના સર્કલોની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરાશેત્યારે હાલમાં સાયન્સ સીટી સર્કલ ખાતે સર્કલને નાનું કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે માટે ઉમિયા સર્કલ પાસે 12 ફૂટનું ડિવાઇડર દૂર કરવામાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.

#ટ્રાફિક જામ #સ્પીડ બ્રેકર #ટ્રાફિક #સુરત #વાહનચાલકો
Here are a few more articles:
Read the Next Article