નડિયાદ : રાજ્યના વિવિધ જિલ્લાઓના પોલીસ આવાસોનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ

સુરત ખાતે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ હાજર રહ્યા હતા

New Update
નડિયાદ : રાજ્યના વિવિધ જિલ્લાઓના પોલીસ આવાસોનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ
Advertisment

નડિયાદ ખાતેથી આજરોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શહેર રાજ્યના વિવિધ જિલ્લાઓના પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ વિવિધ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ વર્ચ્યુલ પોલીસ આવાસ યોજનાના મકાનનું લોકર્પણ કરવામાં આવ્યું છે. જેમાં આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત અન્ય લોકો અને જિલ્લાના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ અને વહિવટી તંત્રએ પણ વિવિધ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે પણ ડોમ બાંધી તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ સભ્ય કિરીટ સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

Advertisment

સુરતના રામપુરા ખાતે સુરત સીટીના પોલીસ કોન્સ્ટેબલ અને પ્રથમ વખત બી કેટેગરીમાં જ ૪૦ જેટલા ફ્લેટનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. સુરત ખાતે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ હાજર રહ્યા હતા સાથે કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જારદોષ,રાજ્ય પરિવહન મંત્રી પૂર્ણશ મોદી, ધારાસભ્ય, પોલીસ કમિશનર સભ્યો સહિત મહા અનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories