વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની ઉત્તમ યોજનાનો અમલ
વિદ્યાર્થીઓને મળશે ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ
રાજ્યમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી
પાલનપુરની 2 વિદ્યાર્થિનીએ સહાયનો લાભ પ્રાપ્ત કર્યો
બન્ને વિદ્યાર્થીનીએ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિનીઓએ સરકારની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ મળતી સહાયનો લાભ પ્રાપ્ત કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે, રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ અને ઉત્તમ કારકિર્દીની તકો મળી રહે તે માટે વર્ષ 2024-25ના ગુજરાત બજેટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સુદૃઢીકરણ માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ પૈકી, રાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી બનાવવામાં આવી છે.
આ યોજના હેઠળ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસમાં વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષે રૂ. 10 હજાર સહાય ચૂકવવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે કુલ રૂ. 25 હજાર સુધીની સહાય આપવામાં આવે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હિના અને વીણાએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ પ્રાપ્ત કર્યો છે. તો ચાલો કનેક્ટ ગુજરાતના સથવારે જાણીએ તેમના પ્રતિભાવો...