નર્મદા : સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ૪૪ મી ચેસ ઓલિમ્પિયાડ મશાલ રેલી પહોચી, સરદાર પટેલની પ્રતિમા સુધી મશાલ લઈ જવાઈ

ભારતમાં પ્રથમવાર ઓલિમ્પિયાડનું આયોજન, ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રેલી લોન્ચ

નર્મદા : સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ૪૪ મી ચેસ ઓલિમ્પિયાડ મશાલ રેલી પહોચી, સરદાર પટેલની પ્રતિમા સુધી મશાલ લઈ જવાઈ
New Update

ભારતમાં પ્રથમવાર ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધી સ્ટેડીયમ, નવી દિલ્હી ખાતેથી ૪૪ માં ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રેલી લોન્ચ કરી હતી. આ ૪૪ મી ચેસ ઓલિમ્પિયાડ મશાલ રેલી દિલ્હીથી ચેન્નઇ સુધી જશે અને આ મશાલ રેલીના સમાપ્તિ પહેલાના દિવસોમાં ભારતભરના ૭૫ શહેરોમાં લઇ જવામાં આવશે. જે નર્મદા જિલ્લમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે રેલી આવી પહોંચી હતી.

રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા SOU સત્તામંડળ તરફ થી રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી મશાલ ને લઇ જવામાં આવી હતી. રમતવીરો વગેરેની ઉપસ્થિતિમાં ગ્રાન્ડ માસ્તરોનું સન્માન-અભિવાદન કરવામાં આવ્યું હતું. જોકે હવે ચેસ ઓલોમ્પિક આજ દિનસુધી લોન્ચ કરવામાં આવી નથી હવે જ્યારે પણ કોઈપણ ઓલોમ્પિક થશે જેમાં ચેસ ઓલોમ્પિક ભારતમાંથી જ આગળ અન્ય દેશોમાં જશે,જોકે હવે પછી નાનાંબાળકો થી મોટેરા સુધી આ ચેસ રમતમાં જાગૃતતા આવે એ ઉદ્દેશ સાથે આજે ઐતિહાસિક મશાલ રેલી કાઢવામાં આવી હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Narmada #Statue of Unity #Olympiad #Mashal Rally #Sardar patel stutue #Chess Olympiad
Here are a few more articles:
Read the Next Article