નર્મદા : ગુજરાતની રાજનીતિમાં નવો અધ્યાય, AAP અને BTPના મહાસંમેલનની જાહેરાત

તારીખ 1 લી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરતના કામરેજ ખાતે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીનું મહાસંમેલન યોજાશે

New Update
નર્મદા : ગુજરાતની રાજનીતિમાં નવો અધ્યાય, AAP અને BTPના મહાસંમેલનની જાહેરાત

તારીખ 1 લી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરતના કામરેજ ખાતે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીનું મહાસંમેલન યોજાશે અને AAP તેમજ BTPના ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે બીજી બાજુ ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે બીટીપીએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્ત્વની બેઠક યોજી ત્રીજા મોરચાની તૈયારીઓનો આરંભ કરી દીધો છે.1 મે ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જિલ્લાના કામરેજ ખાતે આપ અને બીટીપીનું મહાસંમેલન યોજાશે, જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે.આ બેઠકમાં બિટીપીના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અને બીટીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે બીટીપીના છોટુવસાવાએ જણાવ્યું હતું કે ભાજપના લોકો સત્તામાં નિષ્ફળ ગયા એટલે લોકોને મનાવવા માટે પીએમ મોદીને ગુજરાતમાં બોલાવી રેલીઓ કરે છે.ભાજપ અનામત, સંવિધાનનો વિરોધી છે, ખાનગીકરણથી ગરીબો અને મૂળ જાતિના લોકો મરી રહ્યાં છે.અમને આપ પાર્ટીની વિકાસની ફોર્મ્યુલા અને મફત શિક્ષણ-આરોગ્ય-પાણીની યોજનાથી પ્રભાવિત થઈ ગઠબંધન કરવાના છે.

Latest Stories