-
SOU ખાતે પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી
-
ફિલ્મ અભિનેતા આમિર ખાન બન્યા મહેમાન
-
આમિર ખાને રાષ્ટ્રધ્વજને આપી સલામી
-
SOUના વિવિધ પ્રોજેક્ટની લીધી મુલાકાત
-
આમિર ખાને વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળની કરી સરાહના
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ફિલ્મ સ્ટાર આમિર ખાન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને ડાયરેક્ટર મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,જ્યાં આમિર ખાને પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આમિર ખાન હાલમાં તેમની આગામી ફિલ્મ 'સિતારે જમીન પર'ના શૂટિંગ માટે ગુજરાતમાં છે. આ દરમિયાન તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને અહીંના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આમિર ખાનની હાજરીથી કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સની માહિતી મેળવી અને આ વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળની સરાહના કરી હતી.