નર્મદા : હાલ, મઘ્યપ્રદેશના ડેમ કરતા પણ નર્મદા સરોવરમાં પાણીનો પૂરતો સંગ્રહિત જથ્થો..!

ગત સિઝનમાં સારો વરસાદ નહીં વરસતા નર્મદા જિલ્લા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ પાણીથી સંપૂર્ણ ભરાયો નથી.

New Update
નર્મદા : હાલ, મઘ્યપ્રદેશના ડેમ કરતા પણ નર્મદા સરોવરમાં પાણીનો પૂરતો સંગ્રહિત જથ્થો..!

ગત સિઝનમાં સારો વરસાદ નહીં વરસતા નર્મદા જિલ્લા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ પાણીથી સંપૂર્ણ ભરાયો નથી. જોકે, હાલના સમયે મઘ્યપ્રદેશના ડેમ કરતા નર્મદા ડેમના પાણીનો પૂરતો સંગ્રહિત જથ્થો છે, ત્યારે આગામી 8 મહિના સુધી લોકોને પીવા અને સિંચાઈનું પાણી આપવામાં સક્ષમ છે.

નર્મદા બંધમાં હાલ ઉપરવાસમાંથી 2,622 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 14,472 ક્યુસેક જાવક છે. એટલે કે, પાણીની આવક કરતા જાવક વધારે છે, ત્યારે નર્મદા ડેમની જળસપાટીમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. નર્મદા બંધની હાલની જળસપાટી 125.90 મીટરે પહોંચી છે, ત્યારે ઘણા સમયથી બંધ રહેલ રિવરબેડ પાવર હાઉસ ટેસ્ટિંગ માટે ચાલુ કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી જાવક વધી રહી છે. જોકે, હાલ નર્મદા બંધમાં 2,413 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. એટલે કે, આગામી 8 મહિના સુધી પાણીની તકલીફ નહીં પડે, ત્યારે આગામી ઉનાળામાં લોકોને પીવા અને સિંચાઈ માટે નર્મદા બંધનું પાણી પૂરતું પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories