New Update
નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો
મનસુખ વસાવાને મળ્યો નનામો પત્ર
ભ્રષ્ટાચાર અંગે પત્રમાં ઉલ્લેખ
ભાજપ-કોંગ્રેસ-આપના નેતાઓ પર આક્ષેપ
સાંસદે તપાસ કરાવવાની કરી માંગ
નર્મદા જિલ્લામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે સાંસદ મનસુખ વસાવાને નનામો પત્ર મળ્યો છે જેમાં ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓના નામનો ઉલ્લેખ જોવા મળતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચારના મુદ્દે ફરી એક વાર ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાને વધુ એક નનામો પત્ર મળ્યો છે, જેમાં જિલ્લા સ્તરે ચાલી રહેલા ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ આંકડા સાથે ઉલ્લેખવામાં આવ્યા છે. આ પત્રમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના નામનો પણ ઉલ્લેખ થયાનો દાવો સાંસદે કર્યો છે.સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા અનુસાર પત્રમાં કેટલાક નેતા, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા થઈ રહેલી ઉઘરાણી અને દબાણની વિગત આંકડા સાથે લખવામાં આવી છે.પત્રમાં કોંગ્રેસના નેતા રણજીત તડવીનું નામ પણ ઉમેરાયું છે.
જોકે તેમની વ્યક્તિગત તપાસ મુજબ રણજીત તડવીએ કોઈ પૈસા લીધા નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કેવડિયા વિસ્તારમાં બિલ્ડર લોબી અને જમીન દલાલોએ છેલ્લા બે વર્ષમાં કરોડો રૂપિયા કમાયા હોવાના આક્ષેપો પત્રમાં છે.સરકારી જમીનમાં ગરુડેશ્વર વિસ્તારમાં રસ્તા કામ સાથે સંબંધિત દોઢ કરોડ રૂપિયાના તોડફોડના ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ છે. આમ આદમી પાર્ટીના એક નેતાએ રેલવેની જમીન પર અનધિકૃત દબાણ કર્યું હોવાનો ઉલ્લેખ પત્રમાં છે. સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર જે કોઈએ કર્યો હોય—ભાજપ, કોંગ્રેસ કે આપનો હોય—તેમની સંપૂર્ણ તપાસ થશે. આ મામલે હું એકલો બોલું છું, કારણ કે બીજા ઘણા લોકો સંડોવાયેલા છે એટલે તેઓ મૌન છે.
Latest Stories