Connect Gujarat
ગુજરાત

નર્મદા : ભાજપ કમલમ કાર્યાલયનું સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન, કોંગ્રેસના 5 હજાર લોકો ભાજપમાં જોડાયા

નર્મદા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,

X

નર્મદા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ વેળા ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ સહિત 5 હજારથી વધુ લોકો ભાજપમાં જોડાતા નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.

ગુજરાત ભાજપ દ્વારા દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલયો બની રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભાજપ કમલમ કાર્યાલયનું રૂ. 6 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે નવા કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી.આર.પાટીલએ જણાવ્યુ હતું કે, જ્યાં ભાજપ કાર્યાલય બન્યું છે, ત્યાં ગરીબના ઝુંપડા હતા. તેમને અલગ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ભાજપ કોઈનો અધિકાર છીનવતું નથી. પણ એમનો અધિકાર આપે છે. આજે ભાજપમાં કોંગ્રેસના 5 હજારથી વધુ લોકો જોડાયા છે, જેમાં કોંગ્રેસ ગુજરાત માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ કદારી તેમની પુત્રી અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શાહીનુર પઠાણ પણ ભાજપમાં જોડાયા છે, જ્યારે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે.

નર્મદા જિલ્લા કલમલ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે છોટાઉદેપુર ભાજપના ઉમેદવાર જશુ રાઠવા, ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલએ જણાવ્યુ હતું કે, છોટાઉદેપુરના ઉમેદવાર જશુ રાઠવા ભલો સીધો માણસ સરળ માણસ છે, જ્યારે સી.આર.પાટીલએ મનસુખ વસાવાના ભરપેટ વખાણ કર્યા હતા. ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા ગરમ માણસ છે, ગુસ્સો વધારે કરે છે. પણ કોના માટે કરે છે. કાર્યકર્તા માટે કરતા હોય છે, કોઈપણ મોટો અધિકારી હોય કોઈપણ ચમરબંધી હોય તેની સાથે અથડાવામાં મનસુખ વસાવા કોઈ દિવસ ચિંતા કરતા નથી. આ સાથે જ તેઓએ જણાવ્યુ હતું કે, અહીં કેટલાક લોકો બહુ કુદકા મારે છે, તેમને આપણે શાંત કરવાના છે. આ બન્ને લોકસભાની બેઠક 6 લાખ મતોથી જીતવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ આપ્યો છે.

Next Story