Connect Gujarat
ગુજરાત

નર્મદા : SOU ખાતે હોળી-ધૂળેટી પહેલા પ્રવાસીઓ માટે કેસૂડા ટુરનો પ્રારંભ, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા લોકો કેશુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય એ હેતુથી કેશુડા ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

X

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા લોકો કેશુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય એ હેતુથી કેશુડા ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તા પર રસ્તાના બંને તરફ કેસૂડાંની ચાદર બનેલ જોવા મળે છે. હાલ હોળી ધૂળેટી નજીક આવી રહી છે ત્યારે કેસૂડો ઘણો મહત્વનો છે. આમ ઉનાળાની પાનખર સાથે વસંત ઋતુના વધામણાં કરવા કેસૂડા ખીલી ઉઠતા હોય છે. આ વિસ્તારમાં 65 હજાર કરતા પણ વધુ કેસૂડાના ઝાડ આવેલા છે. હાલ એકદમ ચારેકોર કેસૂડા જ કેસૂડા જોવા મળતા હોય છે જેથી આ કેસૂડા વનને પ્રવાસીઓ નજીકથી માણે અને કેસૂડાના પુષ્પમાંથી બનનાર જ્યુસ પણ પ્રવાસીઓ પી શકે જેનો જંગલ વિસ્તારમાં આનંદ લઈ શકે તેવા સુંદર આયોજન સાથે કેસૂડા ટૂરનું આયોજન SOU સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધી ટ્રેક કરશે.ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોર્ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવવામાં આવશે.

Next Story