Connect Gujarat
ગુજરાત

નર્મદા : ભારેથી અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આરોગ્ય વિભાગ સજાગ

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ બાદ ઝાડા ઉલટીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે

X

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ બાદ ઝાડા ઉલટીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે ત્યારે અનેક વિસ્તારોમાં દવાઓના છંટકાવથી લઈને દર્દીઓના ટેસ્ટ શરૂ કરી સાવચેતી દાખવવામાં આવી રહી છે.

નર્મદા જિલ્લામાં તાજેતરમાં વરસેલા વરસાદને કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કિસ્સા બનતા જિલ્લાવાસીઓના આરોગ્યની તપાસ કરતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી, દવા વિતરણ, ક્લોરિનેશન સહિતની કામગીરી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવ ,જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ઝાડા, ઉલ્ટી, શરદી, ખાંસી, મરડો અને તાવના કેસો વાળા દર્દીઓનું સર્વે કરી તેઓને દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ વધુ તાવવાળા દર્દીઓના લોહીના નમુના લઇ તાવના પ્રકારનું નિદાન કરવામાં આવે છે અને જિલ્લાના શંકાસ્પદ વિસ્તારમાંથી પીવાના પાણીના નમુના લઇ તે પીવા લાયક છે કે કેમ તે અંગેની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરી તેવા વિસ્તારના લોકોને અપાતા પીવાના પાણી તેમજ ઘરમાં વાસણોમાં ભરીને રાખેલા પાણી માટે ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ જે તે વિસ્તારના મેડીકલ ઓફિસરો દ્વારા આરોગ્યની કામગીરીનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાં મેડીકલ કેમ્પની જરૂરીયાત લાગે ત્યાં ત્વરિત અસરથી મેડીકલ કેમ્પનું આયોજન કરી તે વિસ્તારના દર્દીઓની ચકાસણી કરી જરૂરી સારવાર આપવામાં આવી રહી છે .

Next Story