નર્મદા :રાજપીપળામાં વરસાદી પાણીનો ભરાવો,બીમારીના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું

ગંદકી થતા શરદી,તાવ સહિત બીમારીના કેસોમાં વધારો થતાં નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

New Update
નર્મદા :રાજપીપળામાં વરસાદી પાણીનો ભરાવો,બીમારીના કેસમાં વધારો  થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું

નર્મદા જિલ્લામાં તાજેતરમાં જ થયેલા ભારે વરસાદના કારણે રાજપીપળા શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં રાજપીપળા નગરપાલિકા દ્વારા પાણીનો સત્વરે નિકાલ કરી યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લામાં તાજેતરમાં જ થયેલા ભારે વરસાદના કારણે રાજપીપળા શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. અને જેને કારણે ગંદકી થતા શરદી ,તાવ ,અને ઝાડાઊલટીના કેસોમાં વધારો થતા રાજપીપળા નગરપાલિકા દ્વારા પાણીનો સત્વરે નિકાલ કરી યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાલિકા વિસ્તારમાં આવતા તમામ-૭ વોર્ડમાં હાલમાં નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયા આ સફાઈ કરાવવા ખરે પગે રહી ટિમો બનાવી સફાઈ કરવામાં આવ્યું હતું રાજપીપળા શહેરના વિવિધ રહેણાંક વિસ્તારો તેમજ જાહેર રસ્તાઓ ઉપર વહેલી સવારથી જ સફાઈ કર્મીઓ દ્વારા સફાઈની નિયમિત કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી સિઝનમાં કોઈ જગ્યાએપાણીનો ભરાવો થયો હોય તો તે સ્થળને ચોખ્ખું કરી ડીટીટી પાઉડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતા ટેમ્પો પણ વિવિધ વિસ્તારોમાં નિયમિત પણે મોકલવામાં આવી રહ્યો છે

Latest Stories