Connect Gujarat
ગુજરાત

નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ સી.એમ.ને લખ્યો પત્ર, આદિવાસી પ્રમાણ પત્રો મેળવવાની સમય મર્યાદા નક્કી કરવા માંગ

આવતીકાલે સાંજે 4 કલાકે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના જીતનગર ખાતે પહોંચશે.

X

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજપીપળા ખાતે ભાજપના સ્નેહમિલન સમારોહમાં હાજરી આપશે આ પૂર્વે સાંસદ મનસુખ વસાવાએ સી.એમ.ને ભુપેન્દ્ર પટેલને પત્ર લખી આદિવાસીઓને જાતિ અંગેના પ્રમાણપત્રો સમયસર મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.

દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જિલ્લામાં સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લા ભાજપના સ્નેહ મિલન સમારંભ માં હાજરી આપશે.આવતીકાલે સાંજે 4 કલાકે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના જીતનગર ખાતે પહોંચશે. જેમની સાથે માર્ગમકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત બંને સાંસદો,અને ભાજપ જિલ્લા પ્રમુખ સહિત સંગઠનના હોદેદારો હાજર રહેશે.સાંસદ મનસુખ વસાવાએ કાર્યક્રમ બાબતે માહિતી આપી હતી

આદિજાતિના ખોટા પ્રમાણપત્રો અંગે લડત ઉપડનાર સાંસદ મનસુખ વસાવાએ ફરી વાર લેટર બૉમ્બ ફોડ્યો છે.આ વખતે તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ કરી છે કે નવા નિયમોને લીધે આદિવાસીઓને જાતિ અંગેના પ્રમાણપત્રો મેળવવા ધક્કા ખાવા પડે છે જેથી પ્રમાણપત્ર મેળવવાની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ.તો સાથે એમણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતના વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા વારંવાર એવી અપીલ કરવામાં આવે છે કે જાતી અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવા બાબતે ગોધરા મુકામે ચાલી રહેલા આંદોલનમાં આદિવાસી ધારાસભ્યો તથા સાંસદ સભ્ય પોતાનું વલણ સ્પષ્ટ કરે અને આદિવાસીના હિતમાં સરકારમાં પત્ર લખે

Next Story