Connect Gujarat
ગુજરાત

નર્મદા : મનસુખ વસાવા 'રાજીનામું આપો'ના ધારાસભ્ય અનંત પટેલના નિવેદન બાદ સાંસદનો વળતો જવાબ

કોંગ્રેસ દ્વારા યોજાયેલી જાહેર રેલીમાં સાંસદ મનસુખ વસાવાને રાજીનામું આપી દેવાની માંગ કરવામાં આવી હતી

X

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જાહેર રેલીમાં સાંસદ મનસુખ વસાવાને રાજીનામું આપી દેવાની માંગ કરવામાં આવી હતી ત્યારે સાંસદ મનસુખ વસાવાએ પણ પોતાનો જવાબ આપી દીધો હતો.

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે કોંગ્રેસના વાંસદા અને નાંદોદના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં સાગબારા તાલુકાની જનતાને થતી સમસ્યા બાબતે જાહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મુદ્દો સાગબારામાં જાતિના દાખલા માટે આદિવાસીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે.જે વિસ્તારમાં ડુપ્લીકેટ આદિવાસીઓએ બની રહ્યા છે, જેવા પ્રશ્નોને લઈ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

ત્યારે સાગબારા ખાતે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ભાજપ સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાનું અધિકારીઓ માનતા નથી અને સરકાર જ અધિકારીઓ ચલાવી રહ્યા છે અને જો ભાજપના સાંસદનું અધિકારી ન માનતા હોય તો ડૂબી જવું જોઈએ અને સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપી દેવું જોઈએના આક્ષેપો સાથે પ્રહાર કર્યા હતા.

જોકે સાંસદ મનસુખ વસાવાએ પણ અનંત પટેલ પર પ્રહાર કર્યા અને જણાવ્યુ હતું કે જેમને કઈ જ સમજણ ન પડતું એવા તો કોંગ્રેસના નેતા છે અને કોંગ્રેસ તમામ પ્રશ્ને નિષ્ફળ ગઈ છે અને હાલ ચૂંટણી આવી એટલે હવાતિયાં મારી રહી છે .વધુમાં સાંસદે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 150 સફાઈ કામદારોને છુટા કરવા મુદ્દે જાતે જ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો હતો અને એમના પ્રશ્ન સાંભળીયા હતા. સાથે જ કોંગ્રેસને વિરોધ પક્ષની ભૂમિકા પણ નિભાવતા પણ આવડતી નથી તેમ જણાવ્યું હતું.

Next Story