નર્મદા: PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા દિવસની ઉજવણી નિમિત્તે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

New Update

PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી, લોકોને રાષ્ટ્રીય એકતાના લેવડાવ્યા શપથ 

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા દિવસની ઉજવણી નિમિત્તે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. PM મોદીએ આ પ્રસંગે લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા હતા.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીએ તારીખ 30મી ઓક્ટોબરની સાંજે અંદાજીત રૂપિયા 280 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન અને શિલાયન્સ કર્યો હતો,જ્યારે આજરોજ સવારના PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ત્યાર બાદ PM મોદીએ રાષ્ટ્રીય પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પરેડમાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચીંગ ટુકડીઓ4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચીંગ બેન્ડે ભાગ લીધો હતો.એકતાનગર કેવડિયા ખાતે આયોજીત આ પરેડમાં જવાનો દ્વારા અનેક કરતબ રજૂ કરાયા હતા.

#Gujarat #CGNews #Narmada #Statue of Unity #Sardar Patel #Sardar Patel Jayanti #Kevadiya
Here are a few more articles:
Read the Next Article