Connect Gujarat
ગુજરાત

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લાનો વિકાસ થયો છે : સાંસદ મનસુખ વસાવા

X

નર્મદા જિલ્લાના કેવડીયામાં બનેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરી રહેલાં લોકોને સાંસદ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. જન આર્શીવાદ યાત્રા દરમિયાન તેમણે કહયું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લાનો વિકાસ થયો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરવો યોગ્ય નથી.

રાજયના નવનિયુકત મંત્રીઓ વિવિધ જિલ્લાઓમાં જન આર્શીવાદ યાત્રાઓ યોજી રહયાં છે. માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ નર્મદા જિલ્લાના દેવલીયા ખાતેથી જન આર્શીવાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લાનો વિકાસ થયો છે. સરકાર વિકાસકામો કરી રહી છે અને તેમાં આપણે સૌએ સહભાગી બનવાનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આપણે શિક્ષિત નહીં બનીએ તો એ બધું નકામું છે.નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ખુબ કથળેલું છે ત્યારે આપણે શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મુકવો પડશે.

હવે વાત કરીએ જન આર્શીવાદ યાત્રાની... રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ દેવલીયાથી જન આર્શીવાદ યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે દેવલીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તા પર નવા બનેલાં પુલનું લોકાર્પણ કર્યું હતું. મેણ નદી ઉપર નવા બે પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. માર્ગ

Next Story