ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓની જમાવટ,સુરતમાં પીએમ મોદી તો અમદાવાદમાં રાહુલ ગાંધી બન્યા મહેમાન

ગુજરાતના સુરત ખાતે આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવાના છે, તો બીજી તરફ રાહુલ ગાંધી પણ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.

New Update
aaa

ગુજરાતના સુરત ખાતે આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવાના છેતો બીજી તરફ રાહુલ ગાંધી પણ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.

Advertisment

આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સ્વાગત માટે પોસ્ટર સાથે આવેલા ધારાસભ્ય શૈલેષ પરમારના સમર્થકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. અને ત્યાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. રાહુલ ગાંધી આ દરમિયાન અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠકમાં ભાગ લેશે. જેમાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.

રાહુલ ગાંધી પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે.જ્યારે બપોરે 2 વાગ્યે 44 જિલ્લા અને શહેર પ્રમુખબપોરે 3 વાગ્યે તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે. રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે.

જ્યારે 8 માર્ચ, 2025ના રોજ સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશજિલ્લાશહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.

 

 

Advertisment
Latest Stories