Connect Gujarat
ગુજરાત

નવસારી : પૂજાપા સામગ્રીની આડમાં વન્યજીવ અવશેષો-દરિયાઈ બ્લેક કોરલનું વેચાણ કરતાં 2 શખ્સો ઝડપાયા...

શ્રી સાંઈ ભક્તિ ભંડાર અને આશાપુરા ભક્તિ ભંડાર નામની દુકાનમાં વન્યજીવ અવશેષો તથા દરિયાઈ કોરલ હોય તેવી માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા.

X

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં પૂજાપા સામગ્રી વેચાણ કરતી શ્રી સાંઈ ભક્તિ ભંડાર અને આશાપુરા ભક્તિ ભંડાર નામની દુકાનમાં વન્યજીવ અવશેષો તથા દરિયાઈ કોરલ હોય તેવી માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા વન વિભાગની ટીમ અને વડોદરાની GSPCA સંસ્થાના સંયુક્તપણે દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતું, ત્યારે સર્ચ ઓપરેશન દરમ્યાન મોટા પ્રમાણ વન્યજીવ અવશેષો સહિત દરિયાઈ બ્લેક કોરલ મળી આવ્યા હતા. જેમાં બન્ને દુકાનમાંથી 990 નંગ બ્લેક કોરલ, 1441 નંગ શાહુડીના કાંટા, જંગલી ભૂંડના દાત તેમજ મોર પીંછ સહિત અન્ય વન્યજીવનો મુદામાલ મળી આવ્યો હતો, ત્યારે હાલ તો વન વિભાગે હિતેશ રાણા તથા અરવિંદ તોપંદસ નામના શખ્સની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story