બીલીમોરામાં શ્રાવણના મેળામાં સર્જાઈ દુર્ઘટના
સોમનાથ મહાદેવ મંદિર ખાતે મેળામાં અકસ્માત
એક રાઈડ અચાનક તૂટીને પડતા અફરાતફરી મચી
અંદાજિત 20 ફૂટ ઊંચાઇએથી રાઈડ નીચે પટકાયા
ઓપરેટર સહિત પાંચ લોકો થયા ઇજાગ્રસ્ત
નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરે ભરાતા મેળામાં દુર્ઘટના સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી.જેમાં એક રાઈડ અંદાજિત 20 ફૂટ ઊંચાઈએથી તૂટીને પડતા રાઈડ ઓપરેટર સહિત પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં રાઈડ તૂટી પડવાના કારણે પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ટાવર રાઈડ ખીચોખીચ ભરેલી હતી,તેવા સમયે 20 ફૂટ ઉપરથી રાઈડ નીચે પટકાતા અફરાતફરી મચી હતી. રાઈડ તૂટી પડતા સાઈડમાં બેઠેલા લોકોએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને રાઈડમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. 20 ફૂટ ઉપરથી પટકાતા રાઇડના ચાલક સહિત પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નવસારી જિલ્લા પોલીસે ઘટનાની તપાસ માટે FSL ટીમને બોલાવી છે. સુરત અને વલસાડથી FSL ટીમ તપાસ માટે આવશે. નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવી છે.અને જરૂરી તપાસના આદેશ આપ્યા છે.