Connect Gujarat
ગુજરાત

નવસારી: ચિંતામણી જૈન સંઘ ખાતેથી 252 તપસ્વીઓનો શાહી વરઘોડો નિકળ્યો

નવસારીમાં આજે વરસીદાનનો વરઘોડોm 252 જેટલા તપસ્વીઓ વરઘોડામાં જોડાયા, ભક્તોએ ભાગ લઇ અલગ-અલગ કૃતિઓ રજૂ કરી

X

400 દિવસના આકરા વર્ષીતપ પૂર્ણ કરતા આજે નવસારીના ચિંતામણી જૈન સંઘ ખાતેથી 252 તપસ્વીઓનો શાહી વરઘોડો પૂ.પન્યાસ પદ્મબોધીવિજયજી મહારાજની નિશ્રામાં નીકળ્યો હતો

ધર્મપરાયણ જૈન સંપ્રદાયમાં તપનો અનેરો મહિમા છે ત્યારે 400 દિવસના કઠોર તપને નવસારીની 9 વર્ષીય બાળકીથી લઈ 101 વર્ષના વૃદ્ધ સુધીના કુલ 252 મુમુક્ષુઓએ પૂર્ણ કર્યુ છે. જેનો ભવ્ય પારણોત્સવ શ્રી ચિંતામણી જૈન સંઘ દ્વારા યોજવામાં આવ્યો છે. જે પૂર્વે આજે સંઘ દ્વારા તપસ્વીઓનો ભવ્ય અને શાહી વરઘોડો પૂ. પન્યાસ પદ્મબોધીવિજયજી મહારાજ તેમજ અન્ય ગુરૂભગવંતોની નિશ્રામા યોજ્યો હતો.જેમાં પ્રભુજીના ચાંદી મઢેલા રથ સાથે જ તપસ્વીઓ હાથી, ઊંટ, ઘોડાગાડી, શણગારેલા ટ્રેકટરમાં વરઘોડામાં નીકળ્યા હતા.

વરઘોડામાં ઘેરૈયા, ગુજરાતી નૃત્યકારો, પંજાબી ઢોલી, નાશીક ઢોલ, વિભિન્ન બેન્ડ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. વરઘોડામાં પ્રભુજી સહિત તપસ્વીઓ ઉપર ડ્રોનથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. વરઘોડો શહેરના રાજમાર્ગો પર ફરીને સંસ્કારભારતી સ્થિત પારણોત્સવના સ્થળે પહોંચ્યો હતો. આવતીકાલે 252 તપસ્વીઓનો ભવ્ય પારણોત્સવ ગુરૂભગવંતોની નિશ્રામાં યોજાશે.-

Next Story