New Update
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના
ને.હા.48 ઉપર આવેલ ચીમલા ગામ નજીક અકસ્માત
ટેન્કર,ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ટ્રકને મોટું નુકસાન તો કાર ખેતરમાં ખાબકી
ટ્રક અને કારના ચાલકો સારવાર હેઠળ ખસેડાયા
ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતા દોડધામ મચી
નવસારી જિલ્લાના ચીખલી નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર,ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં ટ્રક અને કારના ચાલકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટેન્કરમાં ભરેલ કેમિકલ માર્ગ પર ઢોળાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નવસારી જિલ્લાના ચીખલી નેશનલ હાઇવે નંબર 48 પર કેમિકલ ભરેલ ટેન્કર,એક ટ્રક અને કાર મળીને ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા ખેતરમાં ખાબકી ગઇ હતી,જ્યારે કેમિકલ ભરેલું ટેન્કર રોડ પર જ પલટી મારી ગયું હતું.ઘટના અંગેની જાણ ચીખલી પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને હાઇવે પર અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિકજામને હળવો કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા, જ્યારે અકસ્માતમાં ટ્રક અને કારના ચાલકોને ઈજાઓ પહોંચતા પોલીસે ચીખલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે રોડ પર પલટી ખાઈ ગયેલા ટેન્કરમાંથી કેમિકલ રોડ પર ઢોળાવા લાગતા સાવચેતીના ભાગરૂપે વલસાડ, બીલીમોરા અને ચીખલી ખાતેથી ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી,અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી રાખીને ફાયર બ્રિગેડની ટીમે ટેન્કરમાંથી કેમિકલને લીકેજ થતા અટકાવવાની કામગીરી શરૂ કરી હતી.