/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
નવસારીના ખેરગામમાં કાર્યવાહી
જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી
ગુજસીટોકના આરોપીના મકાન પર બુલડોઝર ફેરવાયું
ગંભીર પ્રકારના 19 ગુનામાં સંડોવાયો છે આરોપી
અસામાજીક તત્વોમાં ફફડાટ
નવસારી જિલ્લામાં વ્યાજખોરી અને લૂંટ સહિતના 19 પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલા માથાભારે ઈસમના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો
સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વો અને ડામવા માટેનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી રહી છે જેમાં સુરત બાદ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં પણ અસામાજિક તત્વોના ઘરોનું બાંધકામ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં વ્યાજખોરી, લુટ અને બળાત્કાર જેવા ગુનાઓમાં સંડોવાયેલા અને ગુસ્સીટોકનો ગુનો જેના પર નોંધાયો છે એવા અસીમ નામના આરોપીનું ઘર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.નવસારી જિલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પોલીસ બંદોબસ્ત સાથે ઘરને ધરાશાયી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેરગામ ગામે ચાર ગાળા મકાન જેનું દબાણ હોવાનું સરપંચ દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી જેને તોડી પાડવામાં આવી રહ્યું છે. કુખ્યાત ગુનેગાર એવા અસીમ પર 19 જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં ખંડણી, મારામારી વ્યાજખોરી લૂંટ અને બળાત્કાર જેવા ગુનાઓ સામેલ છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/26/scsscs-2025-07-26-09-28-22.jpg)
LIVE